ભચાઉમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે બેની ધરપકડ

poli

copy image

copy image

કચ્છના ભચાઉમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચનાર બે શખ્સોને પોલીસે દબોચી લીધા છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉના જય માતાજી ચોક પાસે ઊભેલા બે શખ્સ ચાઇનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા પર રેડ પાડી અહી જય માતાજી ચોક પાસે ઊભેલા બે શખ્સ ચાઇનીઝ દોરી વેચનાર ઈશમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.