મુંદ્રાના પત્રી ગામમાં 22 વર્ષીય યુવતીએ ઝેરી દવા ગટગટાવી

body

copy image

copy image

મુંદ્રા તાલુકાનાં પત્રી ગામમાં ઝેરી દવા ગટગટાવી લઈ 22 વર્ષીય યુવતીએ જીવન ટૂંકાવી લીધું હતું. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ હતભાગી કાજલ ઠાકોર નામની યુવતીએ મુંદ્રાના પત્રી ગામમાં આવેલ વાડીમાં કોઈ અકળ કારણોસર પાકમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. બનાવ અંગે જાણ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.