ભુજમાં પાકિસ્તાની ગેંગસ્ટરની બોગસ આઇ.ડી બનાવનાર આરોપીના મકાનમાંથી ગાંજો, બંદુક ,છરી જેવા અન્ય ઘાતક હથિયાર સહિતના મુદ્દામાલ સાથે આરોપીની થઈ ધરપકડ

અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, એ.ટી.એસ. ગુ.રા.અમદાવાદનાઓનાં માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થોનાં સેવનની પ્રવૃતિને સદંતર રીતે નેસ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા તેમજ હથિયારનો ઉપયોગ કરતા તેમજ લોકો સાથે છેતરપીંડી કરતા તેમજ સોશીયલ મીડીયા પર બોગસ આઇ.ડી બનાવતા ઇસમો ઉપર અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ હોઈ જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં આવી ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ જેથી નાર્કોટીક્સની બદી સદંતર નેસ્ત નાબુદ કરવા એસ.ઓ.જીનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવીનાઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઈ, જે અન્વયે એસ.ઓ.જી.સ્ટાફના અધિકારી/કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.

દરમ્યાન તા.૨૦/૧૨/૨૦૨૫ નો રોજ એસ.ઓ.જીના પોલીસ ઇન્સપેક્ટરશ્રીનાઓને ખાનગી અને ભરોસાના બાતમીદાર મારફતે સચોટ બાતમી હકીકત

મળેલ કે “આફતાબ ઉર્ફે અલતાબ રજાક ખાટકી રહે. ખાટકી ફળીયુ ભુજ” વાળો પાકિસ્તાની ગેંગસ્ટર શાહબાજ ભટ્ટીને ઈન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હોવાનું તેમજ શાહબાજ ભટ્ટીની બોગસ ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. પોતે જાતેથી બનાવી જે આઈ.ડી.નો ઉપયોગ કરી શાહબાજ ભટ્ટીની ગુનાહિત માનસિકતાથી પ્રેરાય તેવા હેતુથી શંકાસ્પદ વિડિયોઆ ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.માં અપલોડ કરતો હોવાની માહિતી મળેલ જે આધારે મજકુરને ભીડનાકા વિસ્તારમાંથી મળી

આવતા મજકુરને હસ્તગત કરી એસ.ઓ.જી., કચેરીએ ઈન્ટ્રોગેશન માટે સાથે લાવેલ હોય.બાદ મજકુર આરોપીના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશન ઓપન કરી ખાત્રી કરતા બાતમી મુજબની શાહબાજ ભટ્ટીની ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. મળી આવેલ જે બાબતે આપ સાહેબે મજકુરને વિશ્વાસમાં લઈ પુછપરછ દરમ્યાન મજકુરે ઉપરોક્ત ઈન્સ્ટાગ્રામ સિવાય પોતે ગેરકાયદેસર ગાંજાનો છુટક વેચાણ કરતો હોવાની કબુલાત આપી પોતાના રહેણાક મકાને ગાંજાનો જથ્થો હોવાની હકિકત જણાવેલ. જેથી તાત્કાલિક ખાટકી ફળીયુ ભુજ ખાતે આવેલ તેના રહેણાંક મકાનમાં ઝડતી તપાસ કરતા માંદક પદાર્થ ગાંજાનો જથ્થો ૬૬૯ ગ્રામ જેની કિ.રૂ.૩૩,૪૫૦/-તથા ગેરકાયદેસર રીતે દેશી બનાવટની સિંગલ બેરલની બંદુક એક કિ.રૂ.૨,૦૦૦/- તથા ફુટેલા કાર્ટિજ નંગ-૩ કિ.રૂ.૦૦/- તથા ભારતીય ચલણી નોટો રૂ.૫૦૦/-, ૨૦૦/-, ૫૦/-, ૨૦/- ના દરની નોટોને લગતી મળતી ચિલ્ડ્રન મની બેંકની પ્રિન્ટવાળી લોકોની સાથે છેતરપીંડી કરી સકાય તેવી નોટોના કુલ બંડલો ૧૮૧ તથા છરી નંગ-૦૧,કિ.રૂ.૫૦/- તથા કુહાડી નંગ-૨ કિ.રૂ.૨૦૦/-તેમજ મોબાઈલ નંગ-૦૧ કિ.રૂ.૨૦,૦૦૦/- એમ કુલ્લે કિ.રૂ.૫૫,૭૦૦/- સાથે રેઇડ દરમ્યાન આરોપી આફતાબ ઉર્ફે અલ્તાફ રજાક ખાટકી, ઉ.વ.૨૭ રહે-ખાટકી ફળીયુ, પાછળ, ભુજ-કચ્છ વાળાને ઝડપી પાડી મજકુર આરોપી વિરુદ્ધ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ, આર્મ્સ એક્ટ,બી.એન.એસ એક્ટ તથા જી.પી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

આફતાબ ઉર્ફે અલ્તાફ રજાક ખાટકી, ઉ.વ. ૨૭ રહે-ખાટકી ફળીયુ, પાછળ, ભુજ-કચ્છ

કબ્જે કરેલ મુદ્દામાલ

  • (૧) માંદક પદાર્થ ગાંજાનો જથ્થો ૬૬૯ ગ્રામ જેની કિ.રૂ.૩૩,૪૫૦/-

(૨) દેશી બનાવટની સિંગલ બેરલની બંદુક એક કિ.રૂ.૨,૦૦0/-

© (૩) ફુટેલા કાર્ટિજ નંગ-૩ કિ.રૂ.૦૦/-

  • (૪) ભારતીય ચલણી નોટો રૂ.૫૦૦/-, ૨૦૦/-, ૫૦/-, ૨૦/- ના દરની નોટોને લગતી મળતી ચિલ્ડ્રન મની બેંકની પ્રિન્ટવાળી લોકોની સાથે છેતરપીંડી કરી સકાય તેવી નોટોના કુલ

બંડલો ૧૮૧

(૫) છરી નંગ-૦૧,કિ.રૂ.૫૦/-

(૬) કુહાડી નંગ-૨ કિ.રૂ.૨૦૦/-

(૭) કુહાડી નંગ-૨ કિ.રૂ.૨૦૦/-

→ (૮) મોબાઈલ નંગ-૦૧ કિ.રૂ.૨૦,૦૦૦/-

(૯) નોટો ભરવા માટે ઉપયોગમાં લેવાયેલ પેટી તથા ટ્રોલી બેંગ નંગ-૨ કિ.રૂ.૦૦/-

એમ કુલ્લે કિ.રૂ.૫૫,૭૦૦/-

  • કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ

એસ.ઓ.જી. પશ્ચિમ-કચ્છ-ભુજનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી, તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી, ડી.બી.વાધેલા, એમ.એલ વાઘેલા તથા એસ.ઓ.જી પોલીસ કર્મચારીઓ, એ.એસ. આઈ.નરેન્દ્રસિંહ ઝાલા, મયુરસિંહ ઝાલા, દશરથભાઈ ચાવડા તથા પો.હેડ.કોન્સ રધુવીરસિંહ જાડેજા, પ્રકાશભાઇ ચૌધરી, ભાવેશભાઇ ચૌધરી, તથા પો.કોન્સ દિનેશભાઇ ચૌધરી તથા ડ્રા.પો.હે.કોન્સ મહિપતસિંહ સોલંકીનાઓ જોડાયેલ હતા.