કચ્છમાં માંડવીના રમણીય દરિયાકિનારે 11 દિવસીય બીચ ફેસ્ટીવલનું પ્રવાસન મંત્રી જયરામ ગામિતના હસ્તે ઉદ્ઘાટન

કચ્છમાં માંડવીના રમણીય દરિયાકિનારે 11 દિવસીય બીચ ફેસ્ટીવલનું આજે રાજ્ય પ્રવાસન મંત્રી જયરામ ગામિતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આગામી 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આયોજિત આ ફેસ્ટિવલમાં વિવિધ સાંસ્કૃતિક સહિત સ્પોર્ટ્સ એક્ટિવિટનું આયોજન કરવામાં આવ્યું છે
આજે ઉદ્ઘાટન સમયે ગુજરાત પ્રખ્યાત સિંગર ઐશ્વર્યા મજમુદારે પોતાનું પ્રોફોમંસ આપ્યું હતું. દરરોજ સાંજે સાંસ્કૃતિક મ્યુઝિકલ નાઈટમાં ગુજરાતના પ્રખ્યાત સાંસ્કૃતિક કલાકારો અને રાઈઝિંગ સ્ટાર્સ બેન્ડ પ્રોફોમન્સ આપશે.. આ ઉપરાંત બીચ પર રોપ ક્લાઇમ્બિંગ, ટાયર ક્લાઈમ્બિંગ, ઝોબિંગ, ટગ ઓફ વોર, કમાન્ડો નેટ, બર્મા બ્રિજ, કેમલ રાઈડિંગ જેવી વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ યોજાશે. સાથે જ વોલીબોલ, સોકર અને ક્રિકેટ જેવી બીચ સ્પોર્ટ્સ, સેન્ડ આર્ટ, બોન ફાયર, લાઈવ મ્યુઝિક, સ્ટાર ગેઝિંગ અને લેઝર લાઈટ શો પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. પ્રવાસીઓ માટે ક્રાફ્ટના 10 સ્ટોલ અને ફૂડના 10 સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. કચ્છ આવતા પ્રવાસીઓ માંડવી તરફ આકર્ષાય તે માટે પ્રવાસન વિભાગ દ્વારા આ બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્ય પ્રવાસન મંત્રી જયરામ ગામીતે જણાવ્યું હતું કે માંડવું આવેલા અન્ય બીચમાં વિકાસ માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવા આવ્યા છે.

બાઈટ : અનિરુદ્ધ દવે
ધારાસભ્ય માંડવી

બાઈટ : નંદીની પટેલ – પ્રવાસી