મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનના જન્મજયંતિ નિમિત્તે 16થી 22 ડિસેમ્બર 2025 દરમિયાન રાષ્ટ્રીય ગણિત સપ્તાહનું ભવ્ય આયોજન

રિજનલ સાયન્સ સેન્ટર, ભુજ દ્વારા ભારતના મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનના જન્મજયંતિ નિમિત્તે 16થી 22 ડિસેમ્બર 2025 દરમિયાન રાષ્ટ્રીય ગણિત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સામાન્ય જનતા માટે ગણિત પ્રત્યે રસ અને જાગૃતિ વધે તે હેતુથી વિવિધ શૈક્ષણિક અને રોચક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.
આ અવસર પર રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર ગણિત શિક્ષક ડો. અશોક પરમાર તથા જીજ્ઞેશ પંડ્યા દ્વારા વિશેષ વ્યાખ્યાન યોજાયુ હતું , જેમાં વિદ્યાર્થીઓને ગણિતના મહત્વ, તેના ઉપયોગો તથા ભવિષ્યની સંભાવનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
ગણિત સપ્તાહ દરમિયાન સાઈનસ કોમ્યુનિકેટર ખુશ્બુ વાળંદ અને મનીષા બુચિયા દ્વારા ગણિત પઝલ્સ, મૅથ ગેમ્સ, મેજિક નંબર જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી દ્વારા વિદ્યાર્થીઓને રમતાં-રમતાં ગણિત સમજવાની તક મળી. ઉપરાંત શ્રીનિવાસ રામાનુજનના જીવન અને કાર્ય પર આધારિત ફિલ્મ દેખાડવામાં આવી હતી,
આ સમગ્ર સપ્તાહ દરમિયાન યોજાયેલી પ્રવૃત્તિઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગણિત રસિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમનો મુખ્ય હેતુ ગણિતને મુશ્કેલ વિષય તરીકે નહીં પરંતુ રોજિંદા જીવન સાથે જોડાયેલા રસપ્રદ અને ઉપયોગી વિષય તરીકે રજૂ કરવાનો હતો.
કાર્યક્રમ નું આયોજન સાયન્સ સેન્ટર ભુજ ના પ્રોજેક્ટ ડાયરેક્ટર વિરલ પરમાર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું તેને સફળ બનાવવા કેન્દ્ર અને ફેસીલીટી મેનેજર આરતી આર્ય તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી તેવું સાઈનસ કોમ્યુનિકેટર શૈલ પલણએ જણાવ્યું હતું
આપના માધ્યમ દ્વારા આ માહિતસભર કાર્યક્રમ અંગેની જાણ સમાજના વિશાળ વર્ગ સુધી પહોંચે તે માટે આપનો સહયોગ વિનંતીપૂર્વક પ્રાર્થનીય છે.