વર્ષ 2025નો છેલ્લો સૂર્યાસ્ત, કચ્છના સફેદ રણમાં સૂર્યાસ્તનો અદભુત નજારો

2025નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને 2026શરુ થઈ રહ્યું છે. કચ્છના સફેદ રણમાં સૂર્યાસ્તનો અદ્દભૂત આકાશી નજારાએ આકર્ષણ જમાવ્યું હતું. 2025ના વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત કેમેરામાં કેદ થયો છે. આવા અદ્દભૂત નજારો પણ વર્ષમાં ભાગ્યે જ જોવા મળતો હોય છે. કચ્છના સફેદ રણમાં વર્ષ 2025ના છેલ્લા સુર્યાસ્તને જોવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ આવ્યાં છે.

31મી ડીસેમ્બર 2025ના રોજ સાંજે કચ્છના સફેદ રણમાંથી વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત જોવોએ અનેરો લ્હાવો છે. કચ્છના સફેદ રણમાં થી ભારત વર્ષના સૂર્યના અંતિમ કિરણો સૌથી છેલ્લે અહી પડે છે અને તે જોવાનો એક અનેરો લ્હાવો છે. કચ્છના સફેદ રણમાં પ્રવાસીઓ સૂર્યાસ્ત જોવા અને સફેદ રણની મજા માણી રહ્યાં છે. કચ્છના સફેદ રણમાં 31 ડિસેમ્બરની ઉજવણી અને નવા વર્ષને વધાવવા માટે પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.