“નવા વર્ષની ઉજવણીના પુર્વ સંધ્યાએ પશ્ચિમ કચ્છ-ભુજ જીલ્લા પોલીસ તરફથી કરવામાં આવેલ કામગીરી”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં નવા વર્ષની ઉજવણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જશ્રીઓ તથા શાખા ઇન્ચાર્જશ્રીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ
જે સુચના અનુસંધાને તા.૩૦/૧૨/૨૦૨૫ ના રોજ ક.૧૮/૦૦ થી તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવેલ તેમજ શકપડતા વાહનો ચેકિંગ કરવામાં આવેલ અને તા.૩૧/૧૨/૨૦૨૫ ના ક. ૨૦/૦૦ થી તા.૦૧/૦૧/૨૦૨૬ ના ક.૦૬/૦૦ સુધી તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના મુખ્ય શહેરોના એન્ટ્રી તથા એક્ઝીટ રસ્તાઓ ઉપર બેરીકેટીંગ કરી બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા વાહન ચાલકો અને વાહન સવારોને તથા વાહનોને ચેક કરવામાં આવેલ સાથોસાથ જે હોટલો તથા પાર્ટી પ્લોટ પર નવા વર્ષની ઉજવણીની પાર્ટીનું આયોજન કરવામાં આવેલ તે જગ્યાઓ પણ તપાસવામાં આવેલી તથા અવાવળુ જગ્યા તથા નિર્જન જગ્યાએ પોલીસનુ ચેકિંગ રાખવામાં આવેલ અને મુખ્ય માર્ગો પર ાફિકની સમસ્યા ન સર્જાય તે માટે જીલ્લા ટ્રાફિક તથા સીટી ટ્રાફિક પોલીસની સાથોસાથ લોકલ પોલીસ તરફથી પણ સઘન પેટ્રોલિંગ રાખવામાં આવેલ અને આ નાઈટ દરમ્યાન જીલ્લામાં નીચે મુજબના કેશો કરવામાં આવેલ છે.
