જુદા જદા બેંકમાં ખાતા ખોલાવી સાયબર ફ્રોડના નાણા ચેકથી વિડો કરી કમીશન મેળનાર બે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાઈ

પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓની સુચના અનુસાર શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા મ્યુલ એકાઉન્ટની સમન્વય પોર્ટલ પરથી માહિતી મેળવી અને જે સાયબર ફ્રોડમાં સંકળાયેલ હોય તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ જે સુચના અન્વયે સાયબર સેલના નોડલ અધિકારી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર જે.બી.જાદવ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સાયબર ક્રાઇમ સેલના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ.

જે અન્વયે સમન્વય પોર્ટલ ઉપરથી તાત્કાલિક બેંક એકાઉન્ટની માહિતી મેળવી એનાલીસીસ કરી અને તે આધારે (૧) પ્રકાશ ખીમજીભાઇ બારોટ રહે. જુની રાવલવાડી, રામદેવપીર મંદીર પાસે ભુજ તથા (૨) ભાવેશ હિરજીભાઇ ગરવા રહે. રાધાક્રુષ્ણનગર ફકીરવાડી મીરઝાપર પોલીસ ચોકીની બાજુમાં તા.ભુજ વાળાના નિવેદન લઇ તપાસ કરતા તે લોકો સાયબર ફ્રોડમાં સંકળાયેલ હોવાના પુરાવા આધારે સરકાર તરફે ફરીયાદી બની બન્ને આરોપીઓએ સાયબર ફોડ/છેતરપીંડીના રૂપિયા મેળવી ગુનો કરેલ હોય જેથી તેમના વિરૂધ્ધ માનકુવા પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૧૬(૨),૩૧૮(૪) મુજબનો ગુનો સાયબર સેલ પશ્ચિમ કચ્છ ભુજ તરફથી દાખલ કરાવવામાં આવેલ.

ઉપરોક્ત ગુના કામના આરોપી (૧) પ્રકાશ ખીમજીભાઇ બારોટ રહે. જુની રાવલવાડી, રામદેવપીર મંદીર પાસે ભુજ તથા (૨) ભાવેશ હિરજીભાઈ ગરવા રહે. રાધાક્રુષ્ણનગર ફકીરવાડી મીરઝાપર પોલીસ ચોકીની બાજુમાં તા. ભુજ વાળાને હસ્તગત કરી માનકુવા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.