ગોરેવાલી નજીકથી શરાબની 21 બોટલ સાથે એકની ધરપકડ
copy image

હાલમાં કચ્છના વિખ્યાત સફેદ રણ – ધોરડો બાજુ પ્રવાસીઓ ઉમટી પડયા છે, ત્યારે ગોરેવાલીના બસ સ્ટેશન નજીકથી શરાબની 21 બોટલ સાથે એક ઈશમને પોલીસે દબોચી લીધો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગોરેવાલીના બસ સ્ટેશન નજીક કોઈ શખ્સ શરાબની બોટલો સાથે હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી ગોરેવાલી બસ સ્ટેશન પાસે બાવળોની ઝાડીમાંથી આવતા રાહુલ માવજીભાઇ મેરિયાને ઝડપી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. પકડાયેલ શખ્સ પાસેથી શરાબની 21 બોટલો કબ્જે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.