ધાણેટી નજીક ઊભેલા યુવાનને ડમ્પરે હડફેટે લેતા ગંભીર ઇજાઓના પગલે મોત

copy image

copy image

બે દિવસ પૂર્વે ધાણેટી નજીક સર્જાયેલ અકસ્માતમાં 35 વર્ષીય યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, હતભાગી એવો ચાવડાભાઇ જેસંગભાઇ કોલી ક્લીનર તરીકે નોકરી કરતો હતો. ગત તા. 29/12ના સાંજે ધાણેટી નજીક તેની ટ્રક નજીક ઊભો હતો તે દરમ્યાન આઇવાના ચાલકે બેદરકારીથી વાહન ચલાવી તેને હડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ બનાવમાં ગંભીર ઇજાઓના પગલે તેનું મોત થયું હતું. આ મામલે પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.