નખત્રાણામાં તાંત્રિક વિધિના નામે વિશ્વાસઘાત કરીને લાખો રૂપિયાની ઠગાઈ કરનાર બે આરોપીઓને નખત્રાણા પોલીસે ઝડપ્યા

નખત્રાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ છેલ્લા સાત વર્ષથી બે ઇસમોએ પોતાને ફકીર (બાપુ) તરીકે ઓળખાવી નડતર દૂર કરવાની તાંત્રિક વિધિ અને રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ કુલ રૂપિયા 7,50,000 જેટલી રકમ પડાવી લીધી હતી આ આરોપીઓ સતત વધુ રૂપિયાની માંગણી કરતા હોવાના કારણે ફરીયાદી માનસિક અને આર્થિક રીતે ત્રસ્ત બન્યો હતો આ બાબતની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મળતાની સાથે જ નખત્રાણા પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી ઝડપી કાર્યવાહી કરી અને બંને આરોપી 50 વર્ષીય પીરમામદ ફકીરમામદ ફકીર ઉર્ફે ફિરોઝ ફકીર અને તેનો ભાઈ 45 વર્ષીય લતીફ ફકીરમામદ ફકીર બંનેને પકડી પાડ્યા છે આરોપીઓ બંને ભાઈઓ રહીમ નગર ભુજના રહેવાસી છે તેઓ પાસેથી ગુનામાં વપરાયેલ રોકડા 7,20,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે નખત્રાણા પોલીસે જનતાને અપીલ કરી છે કે તાંત્રિક વિધિ ના નામે રૂપિયા ડબલ કરવાની લાલચ કે આવા કોઈ પણ છળકપટના બનાવોમાં ન ફસાય અને આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો

બાઈટ:- મિનેષ ક્રિશ્ચિયન DYSP પશ્ચિમ કચ્છ