માનકુવાના સદુરાઈ વિસ્તારમાં પાંચ જુગારી ઝડપાયા
માનકૂવાના સદુરાઇ વિસ્તારમાં ધાણીપાસા વડે જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ આજે સાંજે માનકૂવાના સદુરાઇ વિસ્તારમાં અમુક ઇસમો ગંજીપાના વડે રૂપિયાનો હારજીતનો જુગાર રમી રહ્યા હતા. તે સમયે દરમ્યાન અચાનક ત્રાટકેલી પોલીસે પાંચ ઇસમોને રોકડા રૂા. 10,420, તેમજ ચાર મેબાઇલ કિં.રૂા. 6500ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ બનાવ અંગે વધુ તપાસ પોલીસે આદરી છે