લખપતના દયાપર પોલીસ મથક વિસ્તારમાં કોપર વાયર ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢવામાં આવ્યો
લખપતના દયાપર પોલીસ મથક વિસ્તારમાં થયેલી બોરવેલના કોપર વાયરની ચોરીમાં સંડોવાયેલા આરોપીને દયાપર પોલીસે પકડી વણશોધાયેલ ગુનો શોધી કાઢ્યો છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પોલીસને બાતમી હકીકત મળતા બાતમી વાળી જગ્યાએ જઈ રેડ કરતા આરોપી રમેશ ઉર્ફે રણજીત રવાભાઈ મકવાણાને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી 10 કિલો કોપર વાયર કિં. રૂા. 7,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય આરોપી અજીજ ઈબ્રાહીમ સિદ્દીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.