ભુજ નગરપાલિકામાં સર્વોપરી કોણ પ્રમુખ કે ચીફ ઓફિસર”
ભુજ શહેરમાં થોડાજ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલ છે રસ્તાઓ કાદવ કીચડ વાળા થઈ ગયેલ છે ગટરો છલકે છે. આવી હાલત માં કોંગ્રેસ પક્ષના નગરસેવકો ચીફ ઓફિસર ને જાણ કરવા છતા તેમના ફોન પણ રીસીવ કરતા નથી એટલુજ નહિ પરંતુ અમને જાણવા મળ્યું છે કે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્િવન્કલ પટેલ નગરપાલિકા ના પ્રમુખ કે ભુજ ના ધારાસભ્યના ફોન પણ ઉપાડતા નથી ત્યારે પ્રશ્ન એવો થાય છે કે ભુજ નગરપાલિકા માં સર્વોપરી કોણ? પ્રમુખ કે ચીફ ઓફિસર? જાણવા મળેલ છે કે કોઈ વિસ્તારમાં સમસ્યા ઉભી થાય ત્યારે પ્રમુખ પોતાની સતા થી સેનીટેશન શાખા ને આદેશ કરે અને વાહનો તેમેજ સાધનો સમસ્યા ના નીરાકરણ માટે મોકલવાના હોય તો પણ પ્રમુખ ના આદેશ ને પણ કર્મચારીઓ માનતા નથી ચીફ ઓફિસર મંજુરી આપે તોજ સેનીટેશન શાખા વાળા કામગીરી કરે છે. ત્યારે એક તરફ કચ્છ કલેકટર કટ્રોલ રૂમ ખોલી અને આફત માં મદદરૂપ બનવાની જાહેરાતો કરતા હોય તેવી પરિસ્થિતિ માં તેમનાજ જીલ્લા મથકે ચીફ ઓફિસર મનસ્વી રીતે કામગીરી કરે છે જેને લઈ ને ભોગવવાનું ભુજ ના નગરજનો ને આવે છે.
જાણવા મળેલ છે કે ભુજના ચીફ ઓફિસર ભુજના પ્રાંત અધિકારી અને અધિક કલેકટર ની સૂચનાઓ ને પણ ગણકારતા નથી.
નગરપાલિકાના વહીવટમાં પ્રમુખ જ સર્વેપરી છે અને તેમની પાસે વિશાળ સતાઓ છે પરંતુ પ્રમુખ ને પોતાના અધિકારોની જાણકારી ન હોય ત્યારે આવી હાલત થાય છે.
આ બાબતે કચ્છ કલેકટરને પણ કહેવા માંગીએ છીએ કે ચીફ ઓફિસર કોંગ્રેસ પક્ષના નગર સેવકો હોય કે સતા પક્ષના નગરસેવકો હોય જે જનપ્રતિનિધિ છે અને એમના વિસ્તારની જે પણ સમસ્યાઓ હોય તે પ્રમુખ અને ચીફ ઓફિસરે સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરે તેવો આદેશ આપવો જોઈએ.
નગરપાલિકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે પરંતુ ભ્રષ્ટાચાર ને કારણે ભુજ ની સમસ્યાઓ હાલ થતી નથી તેવું જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તી.કે ફુબલ ની યાદી એ જણાવ્યું છે.