આધાર પુરાવા વગરના ડીઝલના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાનાઓ ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ધર્મેન્દ્રભાઈ રાવલનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, આર.ઈ. પાર્ક અંદરના ભાગે સેલ કંપની પાસે રોડ પર એક બોલેરો પીક અપ જેના રજી.નં. જીજે-૦૧-સી.વાય-૮૪૮૪ ઉભેલ છે જેના પાછળના ભાગે ટેન્કર બનાવેલ છે જે ટેન્કરની અંદર ડીઝલ ભરેલ છે અને તે ડીઝલ ચોરી કે છળકપટથી મેળવેલ છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા ૪૫૦ લીટર ડીઝલ મળી આવેલ જે બાબતે મજકુર ઇસમ પાસે બીલ કે આધાર પુરાવા માંગતા મજકુર ઇસમએ કોઇ આધાર પુરાવા રજુ કરેલ નહી. જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ – ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ખાવડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.

  • કબ્જે કરેલ મુદ્દામાલ
  • ૪૫૦ લીટર ડીઝલ કિં.રૂા. ૩૬,૦૦૦/-
  • મહીન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ રજી.નં. જીજે-૦૧-સી.વાય-૮૪૮૪ કિં.રૂ ૫,૦૦,000/-
  • મોબાઇલ ફોન નંગ – ૦૨, કિં.રૂ.૧૦,૦00/-

→ પકડાયેલ ઇસમ

તિકસારામ ઉમારામ જાટ ઉવ.૨૧ હાલ રહે. મેલ કંપની અંદર મુળ વતન. ભીમડા તા.બાયતુ જી.બાડમેર (રાજસ્થાન)