ભુજમાં જુગાર રમતા પાંચ ખેલીઓને પોલીસે રંગે હાથ દબોચ્યા
copy image

ભુજમાંથી પાંચ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ભુજના રેલવે સ્ટેશન નજીક આવેલ ખુલ્લા વાડામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહી જાહેરમાં અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા. તે સમયે અચાનક ત્રાટકેલી બી-ડિવિઝન પોલીસે અહીથી રૂા. 10,150ની રોકડ સાથે જુગાર રમતા પાંચ શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ સહિતની તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.