માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના કોલસાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર. જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ જે સુચના મુજબ એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન નોખાણીયા ગામના ફાટક પાસે એક બોલેરો પીકઅપ જેના રજી નંબર જીજે ૧૦ ટીટી ૮૨૯૬ વાળી આવતા ઉભી રખાવી ડ્રાઇવર ઇબ્રાહિમ અભુ ગગડા રહે. ભુજ વાળાની કબ્જાની ગાડીમાં બાવળની ઝાડીમાંથી બનાવેલ કોલસાની બોરી ભરેલ હોય તે બાબતે મજકુર ઇસમ પાસે ગાડીમાં ભરેલ કોલસા લઈ જવા બાબતે પાસ કે પરમીશનની માંગણી કરતા પોતાની પાસે આવી કોઇ પાસ કે પરમીશન નહી હોવાની હકીકત જણાવેલ તેમજ આ કોલસા બન્ની વિસ્તારના સરાડા ગામના ખુદાબક્ષ પાસેથી લીધેલ હોવાનુ જણાવેલ જેથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
- કબ્જે કરેલ મુદ્દામાલ:-
- કોલસાની બોરીઓ નંગ- ૨૩ આશરે વજન ૭૦૦ કિલો કુલ્લે કિં.રૂ.૮૪૦૦/-
- કોલસાની હેર ફેર માટે ઉપયોગમાં લીધેલ મહીન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ રજી.નં. જીજે ૧૦ ટીટી ૮૨૯૬ કિં.રૂ. ૩,૫૦,૦૦૦/-