ગાંધીધામમાં 24 વર્ષીય યુવાનનો આપઘાત

copy image

copy image

ગાંધીધામના રોટરીનગરમાં 24 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગાંધીધામના રોટરી નગરમાં રહેનાર હતભાગી એવો જ્હોન નામનો યુવાન ગત તા. 2-1ના પોતાના ઘરે રાત્રે સૂઈ ગયો હતો. બાદમાં અંદરથી દરવાજો બંધ કરી કોઈ અકળ કારણોસર પંખામાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો.  આ યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હશે. તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આરંભી છે.