ભુજમાં સ્કૂટી પરથી પડી જવાના કારણે 65 વર્ષીય વૃદ્ધનું મોત

accident2

copy image

copy image

ભુજમાં સ્કૂટી પરથી પડી જવાના કારણે 65 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં માહિતી મળી રહી છે. જે મુજબ ભુજ તાલુકાના માધાપર નવાવાસના હેપ્પી હોમમાં રહેનાર અરવિંદભાઇ ધકાણ નામના વૃદ્ધ ગત દિવસે સાંજના અરસામાં ભુજના હોસ્પિટલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે ચાલુ વાહને ચક્કર આવી જવાના કારણે પડી ગયા હતા. જેમને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.