છેતરપીંડીના ગુનામાં છેલ્લા સાત મહિનાથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર. જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા વિક્રમસિંહ ગોહીલનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સુરેન્દ્રસિંહ ઝાલા તથા જયદેવસિંહ જાડેજાનાઓને બાતમી હકીકત મળેલ કે, ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં.૦૬૬૭/૨૦૨૫ બી.એન.એસ.૨૦૨૩ ની કલમ ૩૧૮(૪),૩૦૪(૨),૫૪ મુજબના ગુના કામેનો આરોપી અબ્દુલફારૂક ઉર્ફે રજાક નુરમામદ સમા રહે. મુસ્લીમ એજ્યુકેશન ચોકડી પાસે શાંતીનગર ભુજવાળો હાલે મુસ્લીમ એજ્યુકેશન ચોકડી થી રેલ્વે સ્ટેશન તરફ જતા રસ્તા પર હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેથી મજકુર ઇસમને ઉપરોકત ગુન્હા અંગેની સમજ આપી પુછ-પરછ કરતા મજકુર ઇસમે ઉપરોક્ત ગુનો કરેલ હોવાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમને ઉપરોક્ત ગુના કામે અટક કરી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
પકડાયેલ આરોપી
અબ્દુલફારૂક ઉર્ફે રજાક નુરમામદ સમા ઉ.વ.૩૩ ધંધો.પશુપાલન રહે. મુસ્લીમ એજ્યુકેશન ચોકડી પાસે શાંતીનગર ભુજ મુળ રહે. મોટા ગામ તા.ભુજ