એલ્યુમીનીયમના કેબલની ચોરીનો ભેદ ઉકેલી વણશોધાયેલ ગુનો શોધી મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિ આયનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જીલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા, સુરેન્દ્રસિંહ ઝલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, લાખાભાઇ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઇ ખટાણાનાઓ મીલ્કત સબંધી ગુનાઓ શોધવા માટે અબડાસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન વિકેશભાઇ રાઠવા તથા લાખાભાઇ રબારીનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, રીઝવાન મુસા અબડા રહે.કોસા તા.અબડાસા વાળો તથા તેની સાથે અન્ય ત્રણ-ચાર માણસોએ આજ થી બે મહીના પહેલા કોસા ગામના પશ્વિમ બાજુ આવેલ કે.પી.એનર્જી કંપનીની વીજ તારની લાઇનમા એલ્યુમીનીયમના વાયરોની ચોરી કરીને વાયર સીમમા સંતાડી દીધેલ હતા જે વાયર આજે બોલેરો કેમ્પર વડે તેના માણસો સાથે સગે વગે કરવાની ફીરાકમા છે અને હાલે તેઓ આ વાયર લઇ છસરા ફાટક તરફ આવી રહેલ છે. જે હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા બોલેરો કેમ્પર રજી.નં-GJ.12,AZ7336 વાળી મળી આવેલ અને ત્રણ ઇસમો (૧) અબ્બાસ અલીમામદ કકલ ઉ.વ.૩૧ રહે.ભીડનાકા પાસે ભુજ (૨) રીઝવાન મુસા અબડા ઉ.વ.૧૮ રહે-કોસા તા-અબડાસા તથા (૩)જાફર ઇશાક અબડા ઉ.વ.૨૬ રહે-કોસા તા-અબડાસા વાળાઓ મળી આવેલ અને તેમની કબ્જાની ગાડીમાંથી એલ્યુમીનીયમા વાયરોના ગુંચળા તથા એક વાયર કાપવાનું કટર મળી આવેલ જેથી મજકુર ઇસમોની યુકતી પ્રયુકતીથી પુછપરછ કરતા જણાવેલ કે, આ એલ્યુમીનીયમના વાયરો આજથી બે મહીના પહેલા કોસા ગામની પશ્વિમ બાજુ કે. પી.એનર્જી કંપનીના તારની લાઇનમાથી અમો ત્રણેય તથા આમારી સાથે સાહીદ ગગડા રહે.દાદુપીર રોડ ભુજ વાળાએ સાથે મળીને રાત્રીના સમયે ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ જે અંગે વાયોર પોલીસ સ્ટેશનમાં ખરાઈ કરતાં નીચે મુજબનો ગુનો દાખલ થયેલ જેથી મજકુર ઇસમોને અટક કરી આગળની કાર્યવાહી સારૂ વાયોર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

  • મળી આવેલ મદામાલ
  • એલ્યુમીનીયમના વાયરો ૩૦૦ કિ.ગ્રા કિં.રૂ. ૩૦,૦૦૦/-
  • વાયર કાપવાનુ કટર નંગ. ૦૧ કિં.રૂ.૫૦૦/-
  • બોલેરો કેમ્પર રજી.નં.GJ.12.A.Z.7336 કિં.રૂ.3,00,000/-

પકડાયેલ આરોપીઓ

અબ્બાસ અલીમામદ કકલ ઉ.વ.૩૧ રહે.ભીડનાકા પાસે, ભુજ

  • રીઝવાન મુસા અબડા ઉ.વ.૧૮ રહે.કોસા તા.અબડાસા
  • જાફર ઇશાક અબડા ઉ.વ.૨૬ રહે.કોસા તા.અબડાસા
  • પકડવાના બાકી આરોપી
  • સાહીદ ગગડા રહે.દાદુપીર રોડ ભુજ

નીચે મુજબનો વણશોધાયેલ ગુનો શોધી કાઢેલ

  • વાયોર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૦૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨),૩૨૪(૪) મુજબ