ખારાઈ ઊંટ અસ્તિત્વ સામે ઉભા થયેલા ખતરા લઈને કચ્છ યુનિવર્સીટી ખાતે ઊંટ ઉચેરક માલધારી સંગઠન અને સહજીવન સંસ્થા દ્વારા સેમીનારનું આયોજન કરાયું

કચ્છ જીલ્લામાં જોવા મળતા ખારાઈ ઊંટને રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે .. દરિયામાં તરવાની ક્ષમતા સાથે દરિયામાં રહેલ ચેરિયાના ઝાડ પર નિર્ભર ખારાઈ ઊંટની સખ્યા ઘટી રહી છે … ખારાઈ ઊંટ અસ્તિત્વ સામે ઉભા થયેલા ખતરા લઈને કચ્છ યુનિવર્સીટી ખાતે ઊંટ ઉચેરક માલધારી સંગઠન અને સહજીવન સંસ્થા દ્વારા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું … જેમાં ખારાઈ ઊંટ સામેના પડકારો તેમજ ચેરિયાના સવર્ધન માટે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી …
વીઓ -: 01
કચ્છમાં વિશેષ ઓળખ ધરવતા ખારાઈ ઊંટની સખ્યામાં ઘટડો થઇ રહ્યો છે …વર્ષ ૨૦૧૫માં ૪૦૦૦ જેટલા ખારાઈ ઊંટ હવે જેની સંખ્યા ઘટીને ૧૦૦૦ આસપાસ થઇ ગઈ છે …ખારાઈ ઊંટનું સંવર્ધન થાય તેમાટે સતત ઊંટ ઉચેરક માલધારી સગઠન અને સહજીવન સસ્થા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે .. કચ્છનાં ભચાઉના જંગી , અબડાસા અને મુન્દ્રા તાલુકામાં ખારાઈ ઊંટ જોવા મળે છે… હાલમાં ખારાઈ ઊંટના ચરિયાણ માટેનો પ્રશ્ન ઉભો થયો છે … ચેરિયાના જંગલોમાં ઘટડો થવાના કારણે ખારાઈ ઊંટ નસલ અસ્તિત્વ સામે પડકારો ઉભા થયા છે … ખારાઈ ઊંટ મુખ્ય ખોરાક ચેરિયાના ઝાડ છે .. ખારાઈ દરિયામાં તરીને ચેરિયાના ચરિયાણ માટે જાય છે .. ઔધોગિક એકમોના કારણે ચેરિયાના જંગલો કપાઈ રહ્યા છે .. ખારાઈ ઊંટના સંવર્ધન માટે કચ્છ યુનિવર્સીટી ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું … જેમાં સહજીવન સંસ્થા , ઊંટપાલકો , પશુપાલન વિભાગ , ફોરેસ્ટ સહિતા વિભાગો દ્વારા મહત્વની બેઠક યોજી હતી … જેમાં ખારાઈ ઊંટ અને ચેરિયાના સંવર્ધન માટેની ચર્ચા કરવામાં આવી હતી ..
બાઈટ -: 01 મહેશ ગરવા – કોર્ડીનેટર – કેમલ પ્રોજેક્ટ
બાઈટ -:02 કવિતા મહેતા – ડાયરેક્ટર – સહજીવન સંસ્થા