કચ્છમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન ફરી આવ્યો સામે : સ્પેશિયલ ભરતીમાં નિમણુંક પામેલા 37 શિક્ષકોએ આપ્યું રાજીનામુ

કચ્છના અંતરીયાળ વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા કાયમી શિક્ષકોની ખાસ ભરતી સરકાર દ્વારા કરવામાં આવી, પરંતું ખાસ ભરતી અંતર્ગત આવેલા શિક્ષકો પણ રાજીનામું ધરીને પરત પોતાના વતન ચાલ્યા જતાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન ફરીથી ઊભો થયો છે. કચ્છમાં નિમણુંક ત્યાં જ નિવૃત્ત વાળા 37 શિક્ષકો પોતાના “ઘર ની વાટે” રવાના થઈ જતાં કચ્છનું શિક્ષણ તંત્ર ફરીથી ખાડે જવાની ભીતિ ઊભી થઈ છે.
સ્પેશિયલ ભરતીમાં નિમણુંક પામેલા 37 શિક્ષકોએ રાજીનામુ આપી દીધું છે અને સરકારને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે કચ્છના બાળકોના શિક્ષણ કરતાં પોતાનું વતન તેમના માટે મહત્વનું છે.
માત્ર 3 મહિનામાં જ ૩૭ શિક્ષક રાજીનામું રાજીનામું વતન ભણી રવાના થઈ ગયા છે ત્યારે પરિસ્થિતિ કેવી સરજાઈ રહી છે તેનો અંદાજ આપોઆપ મળી રહ્યો છે. આ સાથે જ શિક્ષકોની ઘટ ભોગવી રહેલા કચ્છમાં વધુ 37 શિક્ષકની ઘટ ઉભી થઇ છે, જે આંકડો આગામી દિવસોમાં વધી પણ શકે છે. હજુ તો પુરી ભરતી નથી થઈ ત્યાં વધુ “ઘટ” નો પ્રશ્ન ચિંતાજનક હોવાનો સૂર કચ્છના શિક્ષણ પ્રેમીઓ વ્યક્ત કરી રહ્યા છે.
કચ્છના સ્થાનિક યુવાનોને ભરતીમાં અગ્રતા આપવામાં આવે તો જ “ઘટ”નું થઈ શકે નિરાકરણ થઈ શકે છે, અન્યથા બારાતુ શિક્ષકોના ભરોસે કચ્છનું શિક્ષણ તંત્ર ક્યારેય પાટા પર સ્થિર નહીં ચાલે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.
મહેસુલ, આરોગ્ય,શિક્ષિણ સહિત વિભાગોમાં કચ્છ માત્ર ભરતીનો જિલ્લો બનીને રહી ગયો છે તેવી લાગણી પણ કચ્છના જનમાનસમાં મજબુત બની રહી છે. જિલ્લામાં વિવિધ કચેરીઓમાં સ્ટાફની “અછત” ના કારણે કામગીરીને વ્યાપક અસર પહોંચી રહી છે ત્યારે ભરતી મેળા જેવા તાયફાની જગ્યાએ નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગણી લોકો કરી રહ્યા છે.
બાઈટ : પૃથ્વીસિંહ ઝાલા
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી