રાજકોટમાં બાપુનગરમાં જાહેરમાં જુગાર રમતા ૭ ઇસમોને ભકિતનગર પોલીસે પકડી લીધા

રાજકોટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમોને ભકિતનગર પોલીસે પકડી લીધા છે. પો. કમી. મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પો. કમી. અજયકુમાર ચૌધરી તથા ડીસીપી જોન-૧ રવિ મોહન સૈની તથા એ.સી.પી. એચ.એલ. રાઠોડ પૂર્વ વિભાગ તથા પો.ઇન્સ. વી.કે.ગઢવીની સુચના અન્વયે પ્રો.હી. જુગારની પ્રવૃતિ નેસ્તનાબૂદ કરવા અન્વયે વિસ્તાર પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.કોન્સ. દેવાભાઇ ધરજીયા તથા પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણાને મળેલ સંયુકત બાતમીના આધારે બાપુનગર મેઇન રોડ મીરા ફર્નીચરવાળી શેરીમાં જાહેર શૌચાલય પાસે જાહેરમાં તીનપત્તી રોનપોલીસ નામનો હારજીતનો જુગાર રમતા સાત ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા ઇસમોમાં વાહીદભાઇ સીદીકભાઇ આલીયાણી, શબ્બીરભાઇ સુલેમાનભાઇ હીંગોળજા, ઇમરાનભાઇ બાબુભાઇ લંધા, મુન્નાવરભાઇ યાકુભાઇ દાઉદાણી, અલ્તાફભાઇ વલીભાઇ મોદી, કાસમભાઇ વલીભાઇ મોદીનો સમાવેશ થાય છે. ઇસમો પાસેથી રોકડા રૂ.૧,૬૪૩ તથા ગંજીપતાના પાના નંગ-પર મળી કુલ કિંમત રૂ.૧૬,૪૩૦ નો મુદામાલ જપ્ત કરેલ છે. આ કામગીરીમાં પો.ઇન્સ. વી.કે. ગઢવી તથા પો.સબ ઇન્સ. પી.બી. જેબલીયા તથા પો. હેડ કોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા તથા વિક્રમભાઇ ગમારા તથા રણજીતસિંહ પઢારીયા તથા પ્રતાપસિંહ રાણા તથા પો.કોન્સ. દેવાભાઇ ધરજીયા તથા ભાવેશભાઇ મકવાણા તથા દિવ્યરાજસિંહ ઝાલા તથા વાલજીભાઇ જાડા તથા હીતેશભાઇ અગ્રાવત તથા રાજેશભાઇ ગઢવી તથા મનીષભાઇ શીરોડીયા રોકાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *