પાટણમાં એક વેપારી સાથે 10 લાખની ઠગાઈ થયાનો મામલો સપાટી પર

copy image

copy image

ગુજરાત રાજ્યના પાટણમાંથી 10 લાખની ઠગાઈના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, પાટણના રાધનપુરના વેપારી સાથે 10.31 લાખની ઠગાઈ થઈ છે. પાટણના રાધનપુરના વેપારીને વધુ નફાની લાલચ આપી વેલ્થ સિક્યુરિટી એપ્લિકેશનમાં રોકાણ કરાવવાના બહાને 10 લાખ 31 હજાર રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે. આરોપી ઈશમે જુદા જુદા દિવસે રોકાણ કરાવ્યા બાદ 2 લાખ રોકડ મોકલી વેપારીનો વિશ્વાસ કેળવી અને ઠગાઈ આંચરી હતી. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું સામે આવતા વેપારીએ પોલીસે મથકે ફરિયાદ નોંધાવેલ હતી, જેના આધારે પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.