અમદાવાદના વેજલપુરમાંથી MD ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો

copy image

copy image

અમદાવાદના વેજલપુરમાંથી  504 ગ્રામ MD ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. LCBની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અમદાવાદના વેજલપુર જુહાપુરા વિસ્તારમાં એક શખ્સ પોતાની કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને જઈ રહ્યો છે. ત્યારે મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને પ્લાન બનાવી કામગીરી કરી હતી. આ દરમ્યાન શંકાસ્પદ ગાડી દેખાતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.  આ તપાસ દરમ્યાન ડ્રાઈવર સીટની નીચે સંતાડેલી એક થેલીમાંથી કેફી દ્રવ્યો મળી આવ્યા હતા. બાદમાં આ મામલે વધુ તપાસ કરતાં આ જથ્થો શુદ્ધ MD ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત અંદાજે 50 લાખ જેટલી માનવામાં આવી છે.