રાજકોટ પો. કમી. મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પો. કમી. અજયકુમાર ચૌધરી તથા ડીસીપી જોન-૧ રવિ મોહન સૈની તથા એ.સી.પી. એચ.એલ. રાઠોડ પૂર્વ વિભાગ તથા પો.ઇન્સ. વી.કે.ગઢવીની સુચના અન્વયે પ્રોહી. જુગારની પ્રવૃતિ નેસ્તનાબૂદ કરવા અન્વયે વિસ્તાર પેટ્રોલીંગમા હતા. દરમ્યાન પો.કોન્સ. દેવાભાઇ ધરજીયા તથા પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણાને મળેલ સંયુકત બાતમીના આધારે હુડકો કવાર્ટર નં.૧૪૮ હરસિધ્ધી પાનવાળી શેરી કોઠારીયા રોડ, રાજકોટ આરોપીના રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડવામાં આવેલ છે. શખ્સ ડેનીશ અશ્વીનભાઇ પરમાર (ઉ.વ.૧૯) (રહે. હુડકો કવાર્ટર નં.૧૪૮ હરસિધ્ધી પાનવાળી શેરી કોઠારીયા રોડ, રાજકોટ પાસેથી મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર બેાટલ નંગ ૭ર કિંમત રૂ.૩૬,૦૦૦ નો મુદામલ જપ્ત કરવામાં આવેલ છે. આ કામગીરીમાં પો.ઇન્સ. વી.કે. ગઢવી તથા પો.સબ ઇન્સ. પી.બી. જેબલીયા તથા પો. હેડ કોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા તથા વિક્રમભાઇ ગમારા તથા રણજીતસિંહ પઢારીયા તથા પ્રતાપસિંહ રાણા તથા પો.કોન્સ. દેવાભાઇ ધરજીયા તથા ભાવેશભાઇ મકવાણા તથા દિવ્યરાજસિંહ ઝાલા તથા વાલજીભાઇ જાડા તથા હીતેશભાઇ અગ્રાવત તથા રાજેશભાઇ ગઢવી તથા મનીષભાઇ શીરોડીયા રોકાયેલા હતા.