Skip to content
મહાસાગર જીલ્લા પોલીસ અધિક્ષકે જુગાર-દારુ પકડવા કાયદેસરની કડક અમલવારી કરવા સૂચના કરતા નાયબ લુણાવાડા પોલીસ સબ ઇન્સપેક્ટર આર.ડી.ભરવાડ સહિત પોલીસ માણસો અ.હે.કો. મુકંદભાઇ રૂપાભાઇ. તેમજ પો.કો.અજીતભાઇ રુધાભાઇ તથા પો.કો મનીષ ગડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. જે દરમ્યાન બાતમી આધારે બસ ડેપો નજીક અમુક શંકુઓ આંકડાનો જુગાર રમી રમાડે છે. જે માહીતી મળતા ગુન્હાની જ્ગ્યા ઉપર દરોડો કરતા સાજીદ અબદુલ સતાર શેખ. રહે. લુણાવાડા, બેડાફલી, ઇસમાઇલ બીન હુસેન અરબ રહે.લુણાવાડા બેડાફલી, મહંમદભાઇ ગની શેખ.રહે ચંખોલી લુણાવાડાને પકડી અંગ ઝડતીમાં મોબાઇલ નંગ.2 કિંમત રૂ.1,000 તેમજ રોકડા રૂ.16,780 કુલ રૂ.17,780 ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા.