નેશનલ હાઈવે ઓથોરિટી ગાંધીધામ દ્વારા બાલાસર-મૌવાણા રોડ (NH-૭૫૪K) પર પ્રવાસીઓની સુવિધા માટે સમારકામની કામગીરી પૂર્ણ કરાઈ

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ–ગાંધીધામ હસ્તકના ચિત્રોડ-રાપર-બાલાસર (રા.ધો. નં. ૯૨૭સી) રોડને સપ્ટેમ્બર-૨૦૨૫માં નોધાયેલા અતિભારે વરસાદને લીધે નુકશાન પહોંચ્યું હતું. આ રોડના રિપેરીંગની કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત, ધોરડો ખાતેના ‘રણોત્સવ’ કાર્યક્રમ તેમજ હડપ્પન સંસ્કૃતિ ધરાવતી વર્લ્ડ હેરીટેજ સાઈટ એવા વિશ્વપ્રસિદ્ધ ‘ધોળાવીરા’ અને ‘રોડ ટુ હેવન’ને કનેક્ટ કરતા કાઢવાંઢથી ધોળાવીરા રોડ જેને રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-૭૫૪કે તરીકે ઓળખવામાં આવે છે. આ રોડને નિહાળવા આવનારા પ્રવાસીઓના સુરક્ષિત અને આરામદાયક પ્રવાસને સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ–ગાંધીધામ દ્વારા ગુણવત્તાયુક્ત મટીરીયલ અને જરૂરી મશીનરીનો ઉપયોગ કરીને આ માર્ગનું મજબૂતિકરણ અને રિસરફેસનું કામ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. કચ્છમાં આવનાર પર્યટકો માટે આ રોડને વધુ સુગમ અને સલામત બનાવવાની કામગીરી ઝડપભેર ચાલી રહી છે.
અત્રે ઉલેખનીય છે કે, કચ્છના મુખ્ય પ્રવાસન અને ધાર્મિક પર્યટન સ્થળો જેવા કે લખપત, માતાના મઢ, હાજીપીર, સફેદ રણ,કાળો ડુંગર, ધોળાવીરા વગેરે માટે મહત્વના રોડ એવા ગડુલી-સાંતલપુરના ભાગરૂપે બાલાસરથી મૌવાણા રોડ(NH-૭૫૪કે)ના રિસરફેસનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે તેમ ગાંધીધામ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જણાવાયું છે.