સગીર વયની દિવ્યાંગ બાળાને લલચાવી ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી રાપર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જીલ્લામાં શરીર સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા તે સબંધે બનેલ ગુનાઓ આચરનારા આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.

ગઇ કાલ તા.૦૬/૦૧/૨૦૨૬ ના રોજ રાપર પોલીસ સ્ટેશન ખાતે જાહેર થયેલ ગંભીર ગુના કામે રાપર નવાપરા વિસ્તારમાં એક સગીર વયની દિવ્યાંગ બાળાને એક ઇસમ લલચાવી ફોસલાવી અપહરણ કરી નવાપરા વિસ્તારમાં આવેલ પેટ્રોલપંપની પાછળ આવેલ બાવળોની ઝાડીમાં લઇ જઇ તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કરી બાળાને શારીરિક ઇજાઓ પહોચાડી આરોપી નાશી ગયેલ જે બાબતે રાપર પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૯૯૩૦૧૦૨૬૦૦૦૮/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૬૪(૨)(આઇ)(કે) ૧૩૭(૨) તથા પોક્સો એક્ટ કલમ- ૪,૬,૧૮ મુજબ ગુનો જાહેર થયેલ જે ગુનાની ગંભીરતા લઇ પોલીસ ઇન્સપેકટર શ્રી જે.બી.બુબડીયા નાઓએ તાત્કાલિક પોલીસ સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી ઉપરોક્ત ગુના કામેના આરોપીને શોધી કાઢવા માટે સુચના કરેલ જે અન્વયે પોલીસ સ્ટાફના માણસો આરોપીની શોધખોળમાં હતા તે દરમ્યાન હ્યુમન સોર્સીસ તથા ટેક્નીકલ એનાલીસીસ આધારે આ કામના આરોપીને જરૂરી વર્કઆઉંટ કરી પકડી પાડી ગુનાની કબુલાત આપતા ધોરણસર કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવેલ છે.

→ પકડાયેલ આરોપીનું નામ:

શીવા મોહનભાઇ કોલી ઉ.વ.૨૯ રહે. નવાપરા વિસ્તાર રાપર મુળ રહે. કાનપર તા.રાપર કચ્છ.

→ કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:

આ કામગીરી પોલીસ ઈન્સપેકટરશ્રી જે.બી.બુબડીયા તથા રાપર પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.