પ્રતિબંધિત ચાઇનીઝ દોરા/માજા સાથે આરોપીને પકડી પાડતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક.શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ દોરી શોધી કાઢવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે લાકડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર જે.એમ.જાડેજા નાઓની સુચના અનુસંધાને લાકડીયા પોલીસના માણસો રાધનપુર-સામખીયાળી ને.હાઇવે ગેલ ઇન્ડીયા પાસે રોડ પર વાહન ચેકિંગ કરતા હતા દરમ્યાન લાલાભાઇ વેલાભાઇ પરમાર ઉ.વ-૧૯ રહે-ગાયત્રીનગર વિસ્તાર લાકડીયા તા.ભચાઉ કચ્છવાળો પોતાના કબ્જામાં પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ દોરી લઇને આવતો હોય જેથી આરોપી પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ દોરીની રીલ નંગ-૦૫ મળી આવતા આરોપીને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

લાકડીયા પોલીસ સ્ટેશન ગુ.૨.નં-૧૧૯૯૩૦૧૧૨૬૦૦૦૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૨૩ મુજબ

પકડાયેલ આરોપીઓ:-

(૧) લાલાભાઇ વેલાભાઇ પરમાર ઉ.વ-૧૯ રહે-ગાયત્રીનગર વિસ્તાર લાકડીયા તા.ભચાઉ કચ્છ

કબ્જે કરેલ મુદ્દામાલ:-

પ્રતિબંધિત ચાઇનીઝ દોરા/માજા રીલ નંગ-૦૫ કી.રૂ.૪૦૦૦/-

આ કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર જે.એમ.જાડેજા તથા લાકડીયા પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કરવામાં આવેલ છે.