ભુજના ડગાળામાંથી સાત જુગારપ્રેમીઓ ઝડપાયા
copy image

ભુજ ખાતે આવેલ ડગાળામાંથી સાત જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે વધુમાં વર્તુળોમાંથી માહિતી મળી રહી છે, પધ્ધર પોલીસ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ડગાળાના વાણિયાવાસમાં આવેલા ચામુંડા માના મંદિર પાછળ બાવળોની ઝાડીમાં અમુક ઈશમો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને અહીથી રૂા. 4150ની રોકડ સાથે સાત શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.