મોરબીના નાનીબજારમાં મકાનમાં જુગારના હાટડો ચાલતો તોઃ ૭ પકડાયા

મોરબીના નાનીબજાર વિસ્તારમાં આવેલ સુથાર શેરીમાં રહેણાક મકાનમાં જુગાર રમતા સાત પત્રાપ્રેમીઓને ૪૧ હજારથી વધુના મુદામલ સાથે પોલીસે ઝડપી લીધા હતા.મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ મોરબી એ ડીવીઝન પોલીસ મથકના પી.આઇ.આર.જે.ચૌધરીની સુચનાથી રાજદીપસિંહ રાણા, યુસુફભાઇ ભોરણીયાને ઇમરાન ઉર્ફે ટાવર મહેબુબભાઇ ચાનિયા રહે-નાની બજાર સુથાર શેરીવાળાના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા ઇમરાનભાઇ ઉર્ફે ટાવર મહેબુબભાઇ ચાનિયા, અલીમામદભાઇ તારમામદભાઇ જુનાણી, અબ્દુલભાઇ ઓસામણભાઇ દરજાદા, મહમદભાઇ હુશેનભાઇ ચાનિયા, અવેશભાઇ ઉર્ફે અવલો મહેબુબભાઇ બ્લોચ, કિશનભાઇ દિલીપભાઇ કાનાભાઇ અને યાકુબખાન અબ્દુલખાન પઠાણને રોકડ રકમ રૂ.૪૧,૭૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *