મોરબી શહેરમાંથી ચોંકાવનારી ઘટના આવી સામે : બે માનસિક અસ્થિર મહિલાઓ સાથે હવસખોરોએ દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સપાટી પર
copy image

મોરબી શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં મોરબી શહેરમાં એક સેવાભાવી સંસ્થામાં આશ્રય લઈ રહેલી બે માનસિક અસ્થિર મહિલાઓ સાથે હવસખોરોએ દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, મોરબી શહેરની એક સંસ્થાના કમ્પાઉન્ડની દીવાલ કૂદીને બે નરાધામો અંદર શખ્સો ઘૂસ્યા હતા. બાદમાં જે રૂમમાં માનસિક અસ્થિર બે મહિલાઓ હતી ત્યાં જઈને આરોપીઓએ બંને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર ઘટના પોલીસ ચોપડે ચડતાં પોલીસે જુદી જુદી ટીમ બનાવીને તપાસ શાહરુ કરી દીધી છે.