ભુજના માધાપરથી માદક પદાર્થ ગાંજા ૩૨૪.૫ ગ્રામ નાર્કોટીક્સ મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી SOG પશ્ચિમ કચ્છ-ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજના શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં નાર્કોટીક્સની, ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ જેથી નાર્કોટીક્સની બદી સદંતર નેસ્તનાબુદ કરવા એસ.ઓ.જીનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.સી.શીંગરખીયાનાઓએ ટીમના પો.સ.ઈ.શ્રી ટી.બી.રબારી સાહેબનાઓને અલગ-અલગ ટીમ બનાવી કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના અધિકારી/કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.

દરમ્યાન ગઇકાલ તા.૦૯/૦૧/૨૦૨૫ નાં રોજ એસ.ઓ.જી સ્ટાફના કર્મચારીઓ માધાપર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ દશરથભાઇ ચાવડા તથા પો.હે.કો પ્રકાશભાઇ ચૌધરીનાઓને સંયુક્ત રીતે મળેલ ખાનગી રાહે સચોટ બાતમી હકિકત અન્વયે જરૂરી વર્કઆઉટ કરી માધાપર ગામે આર્મી કેમ્પ રીંગરોડ ખાતે આવેલ રમેશ લાઇટ મંડપથી આગળ જય ગોગા હેર સલુન પાસે ઉભેલ આરોપી ઇકબાલ આદમ માંજોઠી, ઉવ. ૪૩, રહે. પીરવાળી શેરી, કેમ્પ એરિયા, ભુજવાળાને માદક પદાર્થ ગાંજો જેનું વજન ૩૨૪.૫ ગ્રામ, કિ.રૂ. ૧૬,૨૨૫/- ના નાર્કોટિક્સ મુદામાલ સાથે ઝડપી પાડી મજકુર આરોપી વિરુદ્ધ માધાપર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

ઇકબાલ આદમ માંજોઠી, ઉવ. ૪૩, રહે. પીરવાળી શેરી, કેમ્પ એરિયા, ભુજ

કબ્જે કરેલ મુદ્દામાલ

(૧) માદક પદાર્થ ગાંજો, ૩૨૪.૫ ગ્રામ, કિ.રૂ. ૧૬,૨૨૫/-

  • (૨) મોબાઇલ નંગ-૦૧ કિ. રૂ.૩,૦૦૦/-

(3) હોન્ડા એક્ટીવા – ૫૦,૦૦૦/-

એમ ફલ્લે કિ.રૂ.૬૯,૨૨૫/-

આરોપીનો ગુનાહિત ઇતિહાસ-

આ કામના આરોપી વિરૂધ્ધ અગાઉ એમ.ડી. ડ્રગ્સ સાથે એસ.ઓ.જી. ટીમ દ્વારા ભુજ શહેર બી ડિવિજન બી પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૫૦૪૩૨૫૦૬૬૬/૨૦૨૫, એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી), ૨૨(બી), ૨૯ મુજબનો ગુનો કરાવવામાં આવેલ છે.

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ

એસ.ઓ.જી. પશ્ચિમ-કચ્છ-ભુજનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.સી.શીંગ રખીયા, તથા પો.સ.ઇ.શ્રી ટી.બી રબારી તથા એસ.ઓ.જી..ભુજના પોલીસ કર્મચારીઓ એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ જાડેજા, દશરથભાઇ ચાવડા, નરેન્દ્રસિંહ ઝાલા, રજાકભાઈ સોતા, દિનેશભાઇ ગઢવી, પો.હે.કો. રઘુવીરસિંહ જાડેજા, પ્રકાશભાઇ ચૌધરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, ભાવેશભાઇ ચૌધરી, મહિપતસિંહ સોલંકી તથા પો.કોન્સ દિનેશભાઇ ચૌધરીનાઓ જોડાયેલ હતા.