માનકુવા પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિતે વાહન ચાલકોની સલામતી માટે સેફટી ગાર્ડ લગાવાયા અને અકસ્માત નિવારણ માટેની જાગૃતિ ફેલાવાઈ

માનકુવા – ૧૦ જાન્યુઆરી ઉત્તરાયણ પર્વ નિમિતે માનકુવા પોલીસ દ્વારા રોડે ઉપર પતંગ પકડવા જતા કે, દોરીથી ટૂ – વ્હીલર વાહનોને અકસ્માત ના સર્જાય તે માટે પોલીસ દ્વારા વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાડી આપવામાં આવ્યા હતા. તેમજ ટ્રાફિક આવેરનેશ અંગે સૂચન કરી ટ્રાફિક નિયમોના પાલન કરવા માટે તમામ વાહન ચાલકોને સૂચના આપવામાં આવી હતી. ત્યારે આ કામગીરીમાં માનકુવા પી. આઇ. કે. એમ. ગઢવી, પી. એસ.આઇ. યુ. ડી. ગોહિલ, તેમજ પોલીસ સ્ટાફના લોકો જોડાયા હતા