પ્રતિબંધિત ચાઇનીઝ દોરા/માજા રીલો સાથે આરોપીને પકડી પાડતી રાપર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ દોરી શોધી કાઢવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર જે.બી.બુબડીયા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે પાર્થ પ્રકાશભાઇ માલી ઉ.વ-૨૩ રહે-અયોધ્યાપુરી રાપર તા-રાપર કચ્છ વાળો પોતાની માલીચોક મા આવેલ ટોપટેન નામની કપડા ની દુકાન મા પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ દોરી રાખી વેચાણ કરતો હોય જેથી સદર જગ્યા જઇ રેડ કરતા નીચે જણાવેલ આરોપી પાસે થી પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ દોરી ની રીલ નંગ-૧૨૦ મળી આવતા આરોપી ને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

રાપર પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૯૯૩૦૧૦૨૬૦૦૧૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૨૩ મુજબ

પકડાયેલ આરોપી:-

( ૧) માધવ ઉર્વે પાર્થ પ્રકાશભાઇ માલી ઉ.વ-૨૩ રહે-અયોધ્યાપુરી રાપર તા-રાપર કચ્છ

હાજર ન મળી આવેલ આરોપી:-

(૨) હેંમત ચૌહાણ રહે-તકીયાવાસ રાપર (વરરાજા ગેલેરી નામ ની દુકાન વાળો)

કબ્જે કરેલ મુદ્દામાલ:-

પ્રતિબંધિત ચાઇનીઝ દોરા/માજા રીલ નંગ-૧૨૦ કી.રૂ.૬૦૦૦૦/-

આ કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર જે.બી.બુબડીયા તથા રાપર પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કરવામાં આવેલ છે.