ભુજ નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમીતે શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના પનોતા પુત્ર સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિતે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી દ્વારા રાજેન્દ્ર પાર્ક સામે આવેલ તેમની પ્રતિમાને હારારોપણ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું.
ઉપરોક્ત પ્રસંગે ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદ સમગ્ર જીવન પ્રેરણાદાયી છે, તેમણે ગુલામીના કપરા સમયમાં વિદેશમાં જઈને ભારતનો ડંકો વગાડયો હતો, જેને કારણે લોકોમાં ચેતનાની લહેર આવી હતી, આપણા દેશ, સમાજ અને સંસ્કૃતિની ઓળખ આખા વિશ્વમાં કરાવી હતી, આજે તેમની જન્મજયંતિ નિમિતે તેમને હું સત સત નમન કરું છું.
ઉપરોકત પ્રસંગે શ્રધ્ધાંજલિ અર્પણ કરતા ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે આજના દિવસે યુવા વર્ગને એક અપીલ કરું છું કે સ્વામી વિવેકાનંદજીના જીવન આધારિત પુસ્તકોનું વાંચન કરી તેને આત્મસાત કરી તેમણે બતાવેલા રસ્તા પર ચાલવાનો પ્રયત્ન કરે, આમ કરવાથી તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવશે અને આજના દિવસે ભુજના નગરજનો વતી સ્વામી વિવેકાનંદજીને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું અને આવા વિરલ વ્યક્તિની જન્મજયંતિ નિમીતે મને નગરજનો વતી પુષ્પાંજલિ કરવાનો અવસર મળ્યો તે બદલ મારી જાતને ભાગ્યશાળી માનું છું.
આ કાર્યક્રમ અંતર્ગત અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, કચ્છ જીલ્લા ભાજપના મંત્રી વીંજુબેન રબારી, કચ્છ જીલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તાપસભાઈ શાહ, ભુજ નગરપાલિકાના શાસકપક્ષના નેતા કમલભાઈ ગઢવી, વોટરસપ્લાય શાખાના ચેરમેન સંજયભાઈ ઠક્કર, રૂલ્સ એન્ડ બાયલોઝ કમિટી ના ચેરમેન ક્રિષ્નાબા જાડેજા, નગરસેવકો અશોકભાઈ પટેલ, ધીરનભાઈ લાલન, પૂર્વ નગરપતિ કિરીટભાઈ સોમપુરા, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કર, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ દિવ્યરાજસિંહ ઝાલા, શહેર સંગઠનના હોદેદારો તેમજ સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી.