સૌરાષ્ટ્ર-કચ્છ આવતીકાલે બનશે યોગમય

વિશ્વ યોગ દિનની પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉજવણી કરવામાં આવશે. આ યોગ ઉત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે. શુક્રવારે સૌરાષ્ટ્ર-કચ્છ યોગમય બની જશે. તંત્ર અને વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય મથકે યોગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં શુક્રવારે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સરકાર અને સ્વૈચ્છીક સંસ્થાઓ યોગના કાર્યક્રમ યોજી વિશ્વ યોગદિનને સાર્થક કરવા કમર કસશે. જિલ્લા અને તાલુકા મથકે યોગના કાર્યક્રમની સાથે સાથે અનેક શૈક્ષણિક સંસ્થાઓ પણ યોગા કાર્યક્રમ યોજીને અનોખી ઉજવણી કરશે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, મોરબી સહિતના જિલ્લા મથકોએ તો અમુક સંસ્થાઓ દ્વારા રેકોર્ડ સર્જવાના પણ દાવા કર્યા છે. અનેક સ્થળે પાણીમાં પણ યોગાનો કાર્યક્રમ યોજાશે. આ અંતર્ગત યોગાચાર્યો ગુરૂવારથી જ મહિલાઓને યોગની તાલીમ આપી રહ્યા છે.
દર વર્ષની માફક આ વર્ષે પણ વિશ્વ યોગ દિને યોગાચાર્યો શિષ્યોને યોગના પાઠ ભણાવી અનોખો રેકોર્ડ રચશે. એક દિવસ નહીં કાયમી યોગ જરૂરી વિશ્વ યોગ દિને સૌરાષ્ટ્ર-કચ્છમાં યોગના અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે આ યોગ વાસ્તવમાં એક દિવસ નહી પરંતુ કાયમી માટે જરૂરી હોવાનું યોગાચાર્ય જણાવી રહ્યા છે. આજની ભાગદોડ ભરી જીંદગીમાં માનવી ટેન્શનથી ત્રસ્ત બની જાય છે. ત્યારે યોગએ રામબાણ ઇલાજ છે. માટે આજના યુગમાં યોગ કાયમી જરૂરી બની ગયો છે.