છળકપટ કે ચોરીથી મેળવેલ લોખંડ ભંગારના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી ભચાઉ પોલીસ

સાગર પોલીસ મહાનીરીક્ષકશ્રી, ચિરાગ કોરડિયાસાહેબ,બોર્ડર રેન્જ ભુજ કચ્છ, તથા પોલીસ અધિક્ષકશ્રી બાગમારસાહેબ,પૂર્વ કચ્છ (ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડાસાહેબ,ભચાઉ વિભાગ ભચાઉનાઓ તરફથી જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા તથા અટકાવવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.એ.જાડેજા નાઓની સુચના અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વનાભાઈ ચૌધરી તથા કમલેશભાઈ અરજણભાઈ ચાવડાનાઓને સંયુક્ત ખાનગી બાતમી હકીકત મળેલ કે એક ઇસમ બોલેરો પીક-અપ રજી નંબર જી.જે ૦૧ ડી.યુ.૨૧૧૦ વાળીમાં ચોરી અથવા છળ-કપટથી લોખંડના ભંગાર (સ્કેપ) જથ્થો ભરી અને ભચાઉ થી વોંધ આવી રહેલ છે.જે બાતમી હકિકત આધારે આરોપીને લોખંડ ભંગાર (સ્કેપ)ના જથ્થા સાથે પકડી પાડી આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી:-

(૧) ભાગુલાલ હીરાલાલ ગુફર ઉ.વ.૪૩ હાલ રહે.કુંભારડી તા.ભચાઉ મુળ રહે.બલાઈ ખેડા ભબણા તા.કરેડા જી.ભિનમાલ રાજસ્થાન

કબ્જે કરેલ મુદ્દામાલ:-

મુદ્દામાલની વિગત

લોખંડ ભંગાર (સ્કેપ) આશરે વજન ૨૦૦ કિ.ગ્રા

પ્લાષ્ટીક તથા કાગળાના પુઠા આશરે વજન ૧૫૦ કિ.ગ્રા

એક બોલેરો પીકપ જેના રજી નંબર-GJ 01 DU 2110 વાળુ

ડામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

આ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.જાડેજા તથા પોલીસ સબ ઈન્સપેક્ટર ડી.જે.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.