ભુજના ટાંકણાસર ગામમાંથી દેશી બનાવટની બંદૂક રાખનાર ઇસમને ઝડપી પાડતી SOG પશ્ચિમ કચ્છ-ભુજ

અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. (ગુ.રા) અમદાવાદનાઓ દ્વારા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રોની પ્રવૃતિ અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ- ભુજનાઓએ ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો શોધી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અન્વયે એસ.ઓ.જી.ના પો.ઇન્સ.શ્રી એ.ડી.પરમાર તથા પો.ઇન્સ. શ્રી પી.સી.શીંગરખીયાનાઓએ તાબાના અધિકારીઓ/કર્મચારીઓને સુચના આપેલ હોઇ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા,

દરમ્યાન આજરોજ તા.૧૪/૦૧/૨૦૨૬ના રોજ એસ.ઓ.જી. ના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ ઝાલા તથા પો.હે.કો. રઘુવીરસિંહ જાડેજાનાઓને સંયુક્ત રીતે મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી ભુજ તાલુકાના ટાંકણાસર ગામની ઉતરાદી સીમમાંથી આરોપી ઉમર સલેમાન જત, ઉવ.૨૭, રહે. ગામ. ટાંકણાસર, તા.ભુજવાળાને પાસ-પરમીટ કે માન્ય આધાર-પુરાવા વિના

ગેરકાયદેસર રીતે રાખેલ એક દેશી બનાવટની બંદુક (અગ્નિશસ્ત્ર) કિ.રૂ.૨,૦૦૦/- સાથે ઝડપી પાડી ઉપરોક્ત મજકુર ઇસમ વિરૂધ્ધ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ તથા જાહેરનામાં ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની વિગત-

ઉમર સલેમાન જત, ઉવ.૨૭, રહે. ગામ. ટાંકણાસર, તા.ભુજ

પકડાયેલ મુદામાલની વિગત-

(૧) દેશી બનાવટની બંદુક (અગ્નિશસ્ત્ર) નંગ ૦૧, કિ.રૂ. ૨,૦૦0/-

(૨) લાવા કંપનીનો સાદો મોબાઇલ નંગ ૦૧, કિ.રૂ. ૫૦૦/-

કુલ કિં.રૂ. ૨,૫૦૦/-

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ-

એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.ડી. પરમાર સાહેબ, પો.ઇન્સ.શ્રી પી.સી.શીંગરખીયા સાહેબ તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ ઝાલા, રજાકભાઇ સોતા, પો.હે.કો. રઘુવીરસિંહ જાડેજા તથા પો.હે.કો. પૃથ્વીરાજસિંહ જાડેજાનાઓએ સદર કામગીરી કરેલ છે.