મકરસંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે ભુજના ઐતિહાસિક વ્યાયામશાળા ગ્રાઉન્ડ ખાતે એક અનોખા ‘સાંસદ પતંગોત્સવ’નું આયોજન

મકર સંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે ભુજના ઐતિહાસિક વ્યાયામશાળા ગ્રાઉન્ડ ખાતે એક અનોખા ‘સાંસદ પતંગોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને સાંસદ વિનોદભાઈ ચાવડાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં સેંકડો જરૂરિયાતમંદ અને શ્રમિક વર્ગના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ મહોત્સવની વિશેષતા એ હતી કે, સામાન્ય રીતે મોંઘા પતંગ-દોરાથી વંચિત રહેતા ગરીબ બાળકોને અહીં ખાસ નિમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા અને અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખના હસ્તે બાળકોને પતંગ અને ફિરકીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. પતંગો મળતા જ બાળકોના ચહેરા પર અનેરો આનંદ અને સ્મિત જોવા મળ્યું હતું. સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, “ઉતરાયણ એ સૌનો તહેવાર છે. સેવામાં વસતા બાળકો પણ આ પર્વનો આનંદ માણી શકે તે હેતુથી વ્યાયામશાળા ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. બાળકો સાથે પતંગ ઉડાડીને અમને પણ બાળપણની યાદો તાજી થઈ છે.

બાઈટ : વિનોદ ચાવડા સાંસદ

કચ્છ – મોરબી