અંજારમાં જયશ્રી કૃષ્ણ ગ્રુપના દ્વારા મકરસંક્રાંતિ અને શષ્ટતિલા એકાદશીના રોજ પ્રભાતફેરીનું આયોજન

ઐતિહાસિક અંજાર શહેર માં ભારતીય સંસ્કૃતિ,પરંપરા,વારસો,ભગવાનપ્રત્યે ભક્તિ, શ્રધ્ધા સાથે મકરસંક્રાંતિ, અને શષ્ટતિલા ના રોજ એક પ્રભાતફેરી કરવામાં આવે હતી .મકરસંક્રાંતિ ના દિવસે દાનપુણ્ય કરવામાં આવે છે .ત્યારે આરોજમકરસંક્રાંતિ ના આયોજિતપ્રભાતફેરી માં લોકોની દ્વારા “”દરેક જીવમાં શિવ છે “તે હેતુથી અબોલા પક્ષીઓ માટે ગ્રુપના લોકોની દ્વારા અંદાજિત 50 કિલો થી વધારે કબુતરો ને ચણ આપવામાં આવ્યું હતું.તેવું
ગ્રુપના સભ્ય જીતેશભાઈ ના દ્વારા કહેવામાં આવ્યું હતું.
આજનાં આધુનિક યુગમાં પણ આનું વિશેષ મહત્વ ધરાવે છે.પ્રભાતફેરી એટલે વહેલી સવારે લોકો દ્વારા ભજન, કીર્તન અથવા પ્રાર્થના સાથે કરવામાં આવતી સમૂહ યાત્રા. આ પ્રવૃત્તિથી દિવસની શરૂઆત સકારાત્મકતા અને ઉત્સાહ સાથે થાય છે. પ્રભાતફેરી મનને શાંત રાખે છે અને આધ્યાત્મિક વિકાસમાં મદદ કરે છે. વહેલી સવારે ચાલવાથી શરીર સ્વસ્થ રહે છે અને આરોગ્યમાં સુધારો થાય છે. તેમાં સમાજના તમામ વર્ગના લોકો જોડાતા હોવાથી એકતા અને ભાઈચારાનો ભાવ વધે છે. સાથે જ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું સંરક્ષણ થાય છે. આ રીતે પ્રભાતફેરી વ્યક્તિગત તેમજ સામાજિક જીવન માટે ખૂબ મહત્વપૂર્ણ છે.
પ્રભાતફેરી એક શુભ અને પવિત્ર પ્રવૃત્તિ છે, જે વહેલી સવારે કરવામાં આવે છે. તેમાં લોકો રામ અને કૃષ્ણના ભજન, અને પ્રાર્થના સાથે ગાતા ગલીઓમાં ફરતા હોય છે. પ્રભાતફેરીથી મનમાં શાંતિ અને સકારાત્મક વિચારો વિકસે છે. આ પ્રવૃત્તિ શારીરિક સ્વાસ્થ્ય માટે લાભદાયક છે કારણ કે તેમાં નિયમિત ચાલવાનું થાય છે. પ્રભાતફેરી દ્વારા સમાજમાં શિસ્ત, એકતા અને સંસ્કારનો વિકાસ થાય છે. તેથી પ્રભાતફેરી સમાજ માટે ઉપયોગી અને મહત્વપૂર્ણ છે.
ગ્રુપના સભ્ય જીતેશભાઈ ભાઈ જણાવ્યાં મુજબ ભારતીય સંસ્કૃતિમાં પ્રભાતફેરીનું ઘણું મહત્વ છે. આ પ્રથા સદીઓથી ચાલતી આવી છે.
આ પરંપરા આજે પણ અંજાર શહેર માં “”જય શ્રી કૃષ્ણ “”ગ્રુપ દ્વારા આયોજિત “પ્રભાતફેરી”જાળવીને રાખવામાં આવી છે.
જેમ કે ભારતીય પરંપરા,સાંસ્કૃતિ વારસા નું જતન કરવું,સામાજિક એક્તા, આધ્યાત્મિકતા અને ભક્તિ થી દેવોને જાગૃત કરવા, આનંદ સાથે દિવસ પસાર કરવો. આ પાંચ કાર્ય થી પ્રભાતફેરીમાં લોકો જોડાય છે આ પંચામૃત સમાન અવસર મેળવાનો લાભ મળે છે.
વહેલી સવારે માર્ગે આવતા વિવિધ મંદિરો જેમ કે શ્રીદરિયાલાલ દાદા, શ્રીમોહનરાયજી ,શ્રી જલારામ, શ્રી આશાપુરા શ્રી માવા દાદા, શ્રી હનુમાનજી, શ્રી દ્વારકા ધીશ, શ્રી સચીદાનદ , શ્રી વાઘેસ્વારિ, શ્રી માધવરાયજી, શ્રી નાગનાથ મહાદેવ , શ્રી કષ્ટ ભનજન, શ્રી રામ સખી મંદિર માં પૂર્ણ થાય છે.શ્રી માધવરાયજી મંદિર મધ્યે શ્રી નન્દકુમાર અષ્ટકમ, શ્રી નાગનાથ મહાદેવ મંદિર મધ્યે વેદસાર શિવોસ્તવ, રામસખી ના મંદિરમાં હનુમાનજી ની આરાધના કરવામાં આવી રહી છે.
શહેરમાં આવતા અને વિવિધ માર્ગ પર થી પાસે થી પસાર કરવામાં આવે છે
આ રીતે, પ્રભાતફેરી એક મહત્વપૂર્ણ પ્રથા છે જે લોકોન ઘણા ફાયદા આપે છે અ ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન અંગ સમાન છે. આવી પ્રવૃત્તિ દ્વારા યુવા પેઢી માં સંસ્કાર અને ધાર્મિક ચેતના પ્રબળ બને છે.