જયપુર આર્મી ડે પરેડમાં આજ રોજ 36 ગુજરાત એનસીસી બટાલિયન ભુજની ચાર કેડેટ્સ સામેલ

ભારતીય થલસેનાના ગૌરવ અને સાહસને પ્રદર્શિત કરતી પરેડ આજે આર્મી ડેના રોજ જયપુર ખાતે ભવ્ય રીતે આયોજિત કરવામાં આવી હતી.

આ આર્મીડે પરેડમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ-હરિયાણા – હિમાચલ તેમજ રાજસ્થાન એનસીસી ડાયરેક્ટરેટના કેડેટસે ભાગ લીધો હતો. જેમાં જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર અંતર્ગતના 36 ગુજરાત એનસીસી બટાલિયન ભુજના તોલાણી કોમર્સ કોલેજ ભુજની ચાર કેડેટ્સે ગૌરવપૂર્ણ રીતે ભાગ લીધો હતો.

સિનિયર અન્ડર ઓફિસર જાડેજા હીનાબા અનિરુદ્ધસિંહ , કેડેટ પ્રજાપતિ નિકિતા કરશનભાઈ, કેડેટ ગોસ્વામી નંદની સુરેશગીરી અને કેડેટ બાલિયા રિયા હિતેશભાઈ જયપુરની આર્મી ડે પરેડની ગૌરવપૂર્ણ ક્ષણોમાં સંમિલિત રહ્યા હતા.

36 ગુજરાત એનસીસી બટાલિયન ભુજના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિકાસ પ્રભાકરે આ તમામ કેડેટ્સને આર્મી ડે પરેડમાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને રાષ્ટ્ર સેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.