કચ્છના સવાઈ બહાદુરરાવ ખેંગારજી બાવા ની ૮૪ ની પુણ્યતિથિ ઉજવાઈ

કચ્છના સવાઈ બહાદુરરાવ ખેંગારજી બાવા ની ૮૪ ની પુણ્યતિથિ આજે ભુજ ખાતે ખેંગાર પાર્કમાં આવેલી પ્રતિમા પાસે વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભુજ નગરપાલિકા તેમજ સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના કાઉન્સિલર કમલભાઈ ગઢવી તેમજ જાડેજા રાજ પરિવારના હનુમંતસિંહજી જાડેજા તેમજ મહારાવ મદનસિંહજી ટ્રસ્ટના નારાયણજીભાઈ કે જાડેજા ઉપરાંત શહેર ભાજપના પ્રમુખ મિત ઠક્કર,જયંતીભાઈ ઠક્કર, દિલીપભાઈ ઠક્કર, પ્રદ્યુમનસિંહ જેઠવા, વિભાકર ભાઈ અંતાણી,નિકુંજભાઈ ગોર, તેમજ તેમજ સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક ભાઈ અંતાણી મહિલા અગ્રણી લીરાજ બેન શાહ વિગેરે કવિ પબુ ગઢવી તેમજ અન્ય ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા અને મહારાવ મદનસિંહજી ટ્રસ્ટ ના નાનજીભાઈ કે જાડેજા તરફથી બાળકોને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો જેની વ્યવસ્થા સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક ભાઈ અંતાણીએ સંભાળી હતી આજના દિન એ ભુજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાળકોને અલ્પાહાર પણ કરાવવામાં આવ્યો હતો ખેંગાર પાર્ક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ વક્તા હોય કચ્છના સવાઈ બહાદુર રાવ ખેંગારજી બાવાની રાજાશાહી સમયમાં કરેલા કાર્યો લોકો આજે પણ યાદ કરે છે,