ચોપડવામાં આપઘાતનનો બનાવ : આધડે ઝેરી દવા ગટગટાવી લેતા મોત
copy image

ચોપડવામાંથી વધુ એક આપઘાતનો બનાવ સામે આવી રહ્યો છે. ગત તા. 11/1ના સવારના સમયે અહીં રહેનારા અશોક લોદરિયા નામના આધેડ પોતાના ઘરે હતા. તે સમયે કોઈ તેઓએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેમને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યા સારવાર દરમ્યાન તેઓએ દમ તોડ્યું હતું. આ બનાવ અંગે નોંધ કરી પોલીસે તે પાછળનું કારણ જાણવા આગળની વધુ તજવીજ આરંભી છે.