બળાત્કાર કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો

આ કેસની હકીકત એવી છે કે, આ કેસના આરોપીઓ (૧) મગન ઉર્ફે જીગો સુમારભાઈ ધ્રુવા (મહેશ્વરી), (૨) પપ્પુભાઈ મેઘજીભાઈ ઉર્ફે મગાભાઈ ટુકડીયા (મહેશ્વરી) તથા (૩) નરેશભાઈ હરજીભાઈ ઉર્ફે હરીભાઈ કટુવા (મહેશ્વર) વિરુધ્ધ ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવા મતલબની ફરીયાદ નોંધાવેલ કે, “તા. ૨૫/૦૬/૨૦૧૭ ના અગાઉ એક વર્ષ પહેલાથી ફરીયાદ દાખલ કરી તે દીવસ સુધી અવારનવાર જુની સુંદરપુરી ગાંધીધામ પાતે આ કામના આરોપીઓએ ફરીયાદી/ભોગ બનનાર અને તેઓના પતિ તથા બાળકોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી, ફરીયાદી સાથે અવારનવાર અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ આ કામના આરોપીઓએ ફરીયાદીની મરજી વિરુધ્ધ બળાત્કાર સંભોગ કરી, આરોપી નં. ૧ નાએ ફરીયાદીને થપ્પડ મારી, આરોપીઓએ ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે” ઉપરોકત ફરીયાદી દાખલ થયા આ ફરીયાદ અનુસંધાને પોલીસે તપાસ પુર્ણ કરી આરોપીઓ વિરુધ્ધ આઈ.પી.સી. ની કલમ – ૩૭૬(થ), ૩૨૩, ૫૦૬(૨) તથા ૧૧૪ મુજબની ચાર્જશીટ રજૂ કરતા ગાંધીધામના નામદાર અધિક સેસન્સ જજ સાહેબએ આરોપીઓ વિરુધ્ધ ઉપરોક્ત કલમ તળેને તહોમતનામું પડેલ. આ કેસમાં સરકાર પક્ષે ૧૮ સાહેદોને તપાસેલા અને ૩૯ દસ્તાવેજ પુરાવામાં રજુ કરવામાં આવેલા. આ કામે નામદાર અધિક સેસન્સ જજ શ્રી એમ. એમ. મેમણ સાહેબે તેમની સમક્ષ રજુ થયેલ તમામ મૌપીક અને દરસ્તાવેજી પુરાવાની ઝીણવટભરી છણાવટ કરી તથા આરોપીઓના વકીલશ્રી દિનેશભાઈ જોબનપુત્રા દવારા કરવામાં આવેલા દલીલોના સમર્થનમાં રજુ કરેલ નામદાર સુપ્રીમ ડોર્ટ અને વિવિધ હાઇકોર્ટના જજમેન્ટસને ધ્યાનમાં લઈ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ કરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કામે આરોપીઓનો બચાવ વકીલ શ્રી દિનેશ જોબનપુત્રા, સતીષ ચૌધરી તથા કલ્પેશ પુજારા એ કરેલ.