મેઘપર કુંભારડીમાં થાંભલામાંથી પતંગ કાઢવા જતા વીજશોક લાગવાના કારણે 20 વર્ષીય યુવાને જીવ ખોયો
copy image
અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીમાં થાંભલામાંથી પતંગ કાઢવા જતા વીજશોક લાગવાના કારણે 20 વર્ષીય યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ગોઝારા બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મકલેશ્વરનગર-1માં યુવાનનાં મોતને પગલે સમગ્ર પંથક શોકનો માહોલ ફેલાયો હતો. અહીં રહેનારા ભૂમિકગિરિ નામનો યુવાન પોતાનાં ઘર પાસે હતો તે દરમ્યાન વીજ થાંભલામાં પતંગ અટકી જતાં તેને બહાર કાઢવાના પ્રયાસમાં સળિયાનો પ્રયત્ન કરતાં તેને વીજશોક લાગતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ યુવક તુરંત સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.