દ્વારકામાંથી દારૂ-બીયરના જથ્થા સાથે એક ઝડપાયો


દ્વારકામાં બૂટલેગર દારૂની ડિલેવરી કરવા રૂપેણ બંદર રોડ પર જઈ રહ્યો હોવાની બાતમી મળતા એલસીબીએ વોચ રાખીને બૂટલેગરને દબોચી લીધો હતો. બૂટલેગરે પોલીસ પૂછપરછમાં દારૂનો જથ્થો તેના ભાગીદારના મકાનમાં પાણીના ટાંકામાં છૂપાવ્યો હોવાની બાતમી આપતા પોલીસે દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો. જ્યારે રાજસ્થાનના સપ્લાયર સહિત ત્રણ શખ્સોને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *