રાપરમાં મોરની હત્યામાં સંડોવાયેલ મહિલાની ધરપકડ – વન વિભાગે કરી કાર્યવાહી


રાપર તાલુકાના ગેડી ગામે મોરની હત્યા કરવાનો બનાવ બન્યો હતો રાષ્ટ્રીય પક્ષી મોરની હત્યાનાબનાવે ચકચાર સર્જતાં કચ્છના મુખ્ય વન સંરક્ષક એ. સી. પટેલ અને પૂર્વ કચ્છના ડીએફઓ પી.એ. વિહોલના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ બનાવીને મોરના હત્યારાઓને શોધવા સઘન અભિયાનહાથ ધરાયુ હતું આ ટીમમાં રાપરના દક્ષિણ રેન્જના આરએફઓ શ્રીમહેશ્વરી, વનપાલ ભરતસિંહ વાઘેલા, કે. પી. સોલંકી, કાનાભાઈ આહિર, એ. જી. નાદોડા, આશાબેન પટેલ, હેતલ જમોડ, દિનેશ
ચૌહાણ હરિભાઈ વાળંદ વિગેરેએ મોરનો શિકાર કરનાર શકમંદને શોધવા સતત દોડધામ કરી હતીતપાસને અંતે મોરની હત્યા કરવામાં એક મહિલાની સંડોવણી હોવાનું ખુલ્યું હતું, જેને પગલે મોરની હત્યા સબબ રાજીબેન રાયધણ પારકરા કોલીને પકડી પાડી હતી વન વિભાગની ટીમ જ્યારે આમહિલાને પકડવા તેની પાસે પહોંચી ત્યારે આ મહિલાએ રાપર આણંદ બસ દ્વારા ગેડી પાટીયાપરથી બસ મારફતે ભુરાવાંઢ ગામે નાસી જવાની પૂરતી તૈયારીઓ કરી લીધી હતી

જોકે,વનવિભાગની ટીમને જોયા બાદ રાજીબેન કોલી બસમાંથી આડેસર ઉતરીને રણ માર્ગે નાસી રહીહતી ત્યારે, વન વિભાગની ટીમોએ રણ વિસ્તારમાંથી બે કીલો મીટર સુધી પીછો કરીને આ મહિલાનેપકડી પાડી હતી વનવિભાગે મહિલા રાજીબેનની સામે મોરની હત્યા સહિતની કલમ હેઠળ ગુનોનોંધી વધુ તપાસ હાથ ધરી છે રાપર તાલુકામાં આથી અગાઉ માંજુવાસ.. ગાગોદર.. લખાગઢ ખાતેમોરની હત્યાના બનાવ બન્યા હતા જેમાં સંડોવાયેલા આરોપીઓની પણ ધરપકડ થઈ ચૂકી છેવનવિભાગ દ્વારા મોરની હત્યાનું કારણ જાણવા રાજીબેન કોલીની પૂછપરછ સાથે મોરની હત્યાનાબનાવમાં કોઈ અન્ય લોકો સંડોવાયેલા છે કે કેમ? આરોપી મહિલા રાજીબેન આથી આગાઉ આવાબીજા કોઈ મામલામાં સંડોવાયેલ છે કે કેમ? એ અંગે સયુંકત રીતે પૂછપરછ હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *